ચોમાસા પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ શહેરનાં ૧૪૭ પાણી ભરાવાનાં સ્થળોમાંથી ૩૯ સ્થળો રિપેર કર્યાનો દાવો કર્યો હતો, પરંતુ ગઈ કાલે પડેલા ભારે વરસાદ બાદ આમાંથી આશરે ૯૦ ટકા સ્થળો ફરી પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.શહેરમાં ૧૦ કલાકમાં લગભગ ચાર ઇંચ જેટલા વરસાદના કારણે બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની Âસ્થતિ સર્જાઈ હતી. એએમસીએ જે સ્થળોએ સમસ્યા દૂર કર્યાનું જણાવ્યું હતું, ત્યાં પણ લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.એએમસીએ વર્ષ ૨૦૨૫ના ચોમાસા દરમિયાન ૧૪૭ વોટરલોગિંગ સાઇટ્સ ઓળખી હતી. આ વર્ષે વરસાદ પહેલાં તેમાંથી ૩૯ સ્થળો રિપેર કર્યાનો દાવો કરવામાં આવ્યો હતો, જેમાં પશ્ચિમ અમદાવાદનાં ૩૪ સ્થળોએ નવી સ્ટ્રોમ વોટર પાઈપલાઈન, કેચપીટ અને ક્લીનિંગના કામનો સમાવેશ થતો હતો.
વરસાદ બાદ સૌથી વધુ અસર બોડકદેવ વિસ્તારમાં જાવા મળી હતી. અહીં ૧૧ સ્થળોએ ફરી પાણી ભરાયું હતું. ત્યાર બાદ થલતેજમાં નવ અને ચાંદલોડિયામાં ચાર સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદો મળી હતી. બોડકદેવ, થલતેજ અને અન્ય વિસ્તારોમાં લેડી લેક, ન્યૂયોર્ક ટાવર, કેસર ટી સ્ટોલ, કલશ વિહાર-ઘુમા લેક રોડ, શેનબાઈનગર, એસજી હાઈવે નજીકનો વિસ્તાર, હેલ્મેટ સર્કલ, સરકારી ક્વાર્ટર્સ, અતિથિ હોટલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું હતું.પાલડીના માણેકબાગ અને ધરણીધર બ્રિજ વિસ્તારમાં પણ ફરી પાણી ભરાવાની Âસ્થતિ સર્જાઈ હતી. અહીં વરસાદી પાણી કાઢવા માટે બે સ્ટેન્ડબાય પંપ મૂકવાની યોજના હતી, પરંતુ ભારે વરસાદ દરમિયાન બંને પંપ યોગ્ય રીતે કામ કરી શક્યાએ નહોતા, પરિણામે સાંજ સુધી વિસ્તાર પાણીમાં ડૂબેલો રહ્યો હતો. નબળી જાળવણી અને નિષ્ક્રિય પંપ વ્યવસ્થાએ એએમસીની પ્રી-મોન્સૂન તૈયારીઓ સામે સવાલો ઊભા કર્યા છે.









































