દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ અને પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીઓમાં આવેલા પ્રચંડ પૂરના કારણે નવસારી જિલ્લો અભૂતપૂર્વ જળપ્રલયનો સામનો કરી રહ્યો છે. નવસારી શહેરનો અંદાજે ૩૦ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે હજારો પરિવારો પોતાના ઘરોમાં ફસાઈ જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે.શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં આશરે ૨૦ હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અનેક રહેણાંક ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોરમાં ૧૦થી ૧૨ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લોકો ઘરોમાં જ કેદ બની ગયા છે. નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગ અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા દૂધ, પીવાનું પાણી અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોની માંગ મુજબ દૂધની કોથળીઓ અને પાણીની બોટલો પહોંચાડવામાં આવી રહી છે, જાકે અનેક વિસ્તારોમાં પહોંચવું હજુ પણ પડકારજનક બન્યું છે.પૂરની ગંભીર પરિÂસ્થતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રે એનડીઆરએફ અને એસડીઆરએફની ચાર ટુકડીઓ ઉપરાંત વિશેષ મિલેટરી બટાલિયનને પણ મેદાને ઉતારી છે. આધુનિક રેસક્યું સાધનો અને મેડિકલ સપોર્ટ સાથે સૈનિકો ગ્રામ્ય વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહ્યા છે. ગણદેવી તાલુકાના ધમડાછા ગામ સહિત અનેક વિસ્તારોમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
બીજી તરફ ગણદેવી તાલુકાના ૨૫થી વધુ ગામોમાં અંબિકા અને કાવેરી નદીએ ભારે વિનાશ વેર્યો છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. હજારો વાહનો પાણીમાં ફસાયા છે, જ્યારે અનેક વાહનો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. વિનાશના ભયાનક દ્રશ્યો જાઈ રાહત અને બચાવ કામગીરીમાં જાડાયેલા જવાનો પણ ભાવુક બની ગયા હતા.નવસારીમાં સુરક્ષિત સ્થળે ખસેડાયેલા લોકો પણ ફરીથી પૂરની ઝપેટમાં આવી ગયા છે. ટાટા હાઇસ્કૂલમાં આશરો લેનારા સ્થળાંતરિતો ચારેય તરફ પાણી ભરાઈ જતાં ફરી મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં ૨૫૦થી વધુ રસ્તાઓ પાણી ફરી વળતા બંધ થઈ ગયા છે, જેમાં ત્રણ સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થાય છે. નવસારી–સુરત સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતાં હજારો મુસાફરો અટવાઈ ગયા છે.
ભેશતખાડા, ગધેવાન, કાશીવાડી, રિંગરોડ સહિતના નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. અનેક શેલ્ટર હોમ્સમાં પણ પાણી ઘૂસી જતાં લોકોને હવે “ક્્યાં જવું?” તેવો સવાલ સતાવી રહ્યો છે. શહેરના કેટલાક અત્યંત પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવા પણ તંત્ર માટે અશક્્ય બન્યું છે. હાલ સમગ્ર જિલ્લાનું ધ્યાન બચાવ અને રાહત કામગીરી પર કેન્દ્રિત છે, જ્યારે લોકો વરસાદ અટકવાની આશા સાથે સુરક્ષિત ભવિષ્યની રાહ જાઈ રહ્યા છે.નવસારીમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાહત ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ટીમોએ અનેક લોકોનું રેસ્કયુ કર્યું હતું અને તેમણે સલામત સ્થળે ખસેડ્યા હતા.નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામમાં ઝીંગા તળાવ પર ૩૦થી વધુ લોકોનું એરલિફ્ટ કરી રેસ્કયું કરવામાં આવ્યું હતું. ગઈકાલે અંબિકા નદીના પાણી વધી જવાના કારણે ૩૦થી વધુ લોકો ઝીંગા તળાવના સાઇટ ઉપર ફસાયા હતા. વીડિયો વાયરલ કરી મદદની ગુહાર લગાવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા તમામનું એરરેસ્કયું કરવામાં આવ્યું હતું.
નવસારીમાં ક્યાં કેટલો વરસાદ
નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ પગલે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. નવસારી જિલ્લામાં ગઈકાલ સવાર થી આજે સવારે છ વાગ્યા સુધીમાં ભારે વરસાદ વરસ્યો છે. નવસારી તાલુકામાં ૩ ઈંચ,જલાલપોર તાલુકામાં ૩ ઈંચ,ગણદેવી તાલુકામાં ૧૩ ઈંચ, ચીખલી તાલુકામાં ૧૮ ઈંચ, ખેરગામ તાલુકામાં ૧૭ ઈંચ,વાંસદા તાલુકામાં ૧૪ ઈંચ વરસ્યો છે. નવસારી જિલ્લામાં ઉપરવાસ તેમજ કેચમેન્ટ એરીયા વરસેલા ભારે વરસાદ પગલે લોકમાતાઓ એવી અબિકા,પૂર્ણા,કાવેરી નદીઓ ગાંડીતૂર બની
અંબિકા નદીની ભયજનક સપાટી ૨૮ ફુટ જે હાલ ૪૨ ફુટે વહી રહી છે.










































