અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બાળકોની સુરક્ષા અને કલ્યાણ અર્થે શરૂ કરવામાં આવેલા પ્રેરણાદાયી અભિયાન ‘મિશન સ્માઈલ’ને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ‘SKOCH Award’ થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સિધ્ધિ બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લા પોલીસ ટીમ તથા સહયોગી સંસ્થાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.આ પ્રશંસનીય પહેલ હેઠળ શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકો, વાલીઓ અને શિક્ષકોને ‘ગુડ ટચ-બેડ ટચ’, પોક્સો કાયદો, સાયબર સુરક્ષા અને આત્મરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, બાળ સુરક્ષા ક્ષેત્રે ‘મિશન સ્માઈલ’ અન્ય જિલ્લાઓ માટે દીવાદાંડી સમાન મોડેલ બની રહેશે.









































