અમરેલીમાં એક યુવકને છરી બતાવી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે સરફરાઝભાઇ હનીફભાઇ નગરીયા (ઉ.વ.૨૩) એ કડેલભાઇ મહિડા તથા બે અજાણ્યા ઈસમો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને કડેલભાઇ મહિડા સાથે પંદરેક દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જે વાતનું મનદુઃખ રાખી ત્રણેય જણાએ તેમને લોખંડના પાઇપ વડે વાંસાના ભાગે તથા બંને પગમાં મૂંઢ ઇજા પહોંચાડી હતી.
તેમજ છરી બતાવી ભૂંડા બોલી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. વાય. કાજી વધુ તપાસ કરી રહ્યા છે.