સાવરકુંડલામાં એક પરિણીતા પર સાસરિયાએ અત્યાચાર ગુજાર્યો હતો. પતિએ ગાળો બોલી, ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. ઉપરાંત પહેરેલા કપડાંએ ઘરેથી કાઢી મુકી હતી. બનાવ અંગે હાલ અમરેલીમાં રહેતા રેશ્માબેન ઇશાકભાઇ જાખરા (ઉ.વ.૩૦)એ સાવરકુંડલામાં રહેતા પતિ સાહિલભાઇ રજુભાઇ જાખરા તથા સાસુ રસીદાબેન રજુભાઇ જાખરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના નિકાહની તા.૨૧/૦૮/૨૦૨૪ થી તા.૦૩/૦૨/૨૦૨૬ દરમ્યાન સાવરકુંડલા મુકામે પતિ સાહિલભાઇ રજુભાઇ જાખરા તથા સાસુ રસીદાબેન રજુભાઇ જાખરાએ અવાર નવાર ઘરકામ બાબતે તેમજ અન્ય બાબતોમાં મેણાટોણા મારી શારીરિક માનસિક દુખત્રાસ આપ્યો હતો. પતિએ ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરેથી પહેરેલ કપડે કાઢી મુકી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ બી પંડ્‌યા વધુ તપાસ કરી રહ્યા છે.