સાવરકુંડલા તાલુકાના ડેડકડી, મઢડા અને વિજપડી ગામોની શાળાઓમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવપ્રવેશી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વાતાવરણમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ડેડકડી, મઢડા અને વિજપડીની શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ દેશના વિકાસનો મજબૂત આધાર છે અને દીકરીઓનું શિક્ષણ સશક્ત સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે. કાર્યક્રમમાં શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








































