દામનગરમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ અનેક રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. નગરપાલિકા હદમાં આવેલા ઉબડ-ખાબડ માર્ગોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક શાળા નં. ૧ અને શેઠ એમ.સી. મહેતા હાઈસ્કૂલ વચ્ચે કામકાજ માટે ખોદવામાં આવેલ રસ્તાનું સમારકામ હજુ સુધી કરવામાં આવ્યું નથી. પરિણામે વાહનો ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે. નાગરિકોએ પ્રી-મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરી રસ્તાઓનું સમારકામ કરવા નગરપાલિકાના સત્તાધીશોને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.








































