કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા બગસરાના ખારી ગામે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મિનાક્ષી કે. બારીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં તેમણે ખેડૂતોને જમીન અને પાણીના પૃથ્થકરણ, સંતુલિત ખાતરનો વપરાશ તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જૈવિક ઉત્પાદનો જેવા કે ગીર સાવજ ટ્રાયકોડર્માં અને બ્યુવેરીયા ફૂગના ઉપયોગ વિશે સમજાવ્યું હતું.કાર્યક્રમમાં વિષય નિષ્ણાત ડો. નેહા તિવારીએ પાકની જરૂરિયાત અને હવામાન મુજબ યોગ્ય પદ્ધતિથી ખાતરના સંતુલિત ઉપયોગની માહિતી આપી હતી. આ ઉપરાંત, કેવીકે અમરેલી દ્વારા નવા પીપરીયા ગામના ખેડૂત પુનાભાઈ સતાણીના ખેતર પર પ્રાકૃતિક મોડેલ ફાર્મ માટે જરૂરી ઇનપુટસ (ટીપણા, ગોળ, ચણાનો લોટ વગેરે) પૂરા પાડવામાં આવ્યા હતા.










































