કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા સાવરકુંડલાના પીથવડી અને નેસડી ગામે ‘ખેત બચાઓ, ખેડૂત બચાઓ અને ભવિષ્ય બચાવો’ સૂત્ર સાથે તાલીમ યોજાઈ હતી. સંસ્થાના વડા ડો. મિનાક્ષી કે. બારીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં તેઓએ જમીન-પાણીના પૃથ્થકરણ, સંતુલિત ખાતર અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ, તેઓએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જૈવિક ઉત્પાદનો જેવા કે ગીર સાવજ ટ્રાયકોડર્મા અને બ્યુવેરીયા ફૂગના ઉપયોગ અંગે ખેડૂતોને સમજાવ્યું હતું.આ ઉપરાંત, વિષય નિષ્ણાત ડો. સ્વેતાબેન પટેલે ખેતીની જમીનને બિન-કૃષિ ઉપયોગમાં જતી અટકાવવા જાગૃતિ લાવવા, ખાતર-પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા તેમજ મગફળી અને કપાસમાં દેશી ખાતરોનો ઉપયોગ વધારવા વિશે ચર્ચા કરી હતી.









































