સાવરકુંડલા વિધાનસભા દ્વારા આયોજિત નાવલી પ્રીમિયર લીગ (NPL) સિઝન-૨ની ફાઇનલ મેચમાં જય માતાજી ઈલેવન ફાઇનલ મેચમાં ચેમ્પિયન બની હતી. આ મેચમાં પ્રસંગે ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા તેમજ તમામ ભાગ લેનાર ટીમોને અભિનંદન પાઠવતાં રમતગમત દ્વારા યુવાનોમાં શિસ્ત, ટીમભાવના અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસે છે તેમ જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, ગુજરાત ભાવ નિયંત્રણ બોર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા, ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત, ચેતનભાઈ શિયાળ, સાગરભાઈ સરવૈયા તેમજ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન અનુલભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.






































