અમરેલીમાં પ્રેમસંબંધની અદાવતમાં એક યુવકને પકડીને બેલ્ટથી ફટકારવામાં આવ્યો હતો, જે અંગે યુવકે પ્રેમિકાની માતા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે અમરેલીમાં રહેતા રાજુભાઇ વિનોદભાઇ બારૈયા (ઉ.વ.૨૪) એ લાઠીમાં રહેતા ગીલીબેન મકવાણા, સંજયભાઇ મકવાણા તથા રોહીતભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, રાજુભાઈને ગીલીબેન મકવાણાની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. જેનું મનદુઃખ રાખી તમામ આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ગીલીબેન મકવાણાએ રાજુભાઈને પાછળથી પકડી રાખ્યા હતા, જે બાદ સંજયભાઈ મકવાણાએ તેમના જમણા પગમાં બેલ્ટ માર્યો હતો. તેમજ રોહીતભાઈએ ઝાપટો મારી મૂંઢ ઈજા કરી હતી અને જતાં-જતાં તમામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી. મારૂ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.









































