લીલીયાના જિલ્લા પંચાયતના સદસ્ય જિગ્નેશ સાવજે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે લીલીયા તાલુકાના સ્થાનિક પ્રશ્નો અને નવા વિકાસ આયોજનો અંગે ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન લીલીયા તાલુકામાં ચાલી રહેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકાના ગામડાઓમાં રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનાવવી તે અંગે સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને રાખીને યોગ્ય ગ્રાન્ટ અને વહીવટી મંજૂરીઓ વહેલી તકે મળે તે માટે રજૂઆત કરી હતી. આ તકે ભીખાભાઈ ધોરાજીયા, ગૌતમભાઈ વિછીયા, ધર્મેશ દેસાઈ, કેતનભાઇ ઢાંકેચા, વિજય ગજેરા, હસમુખ પોલરા સહિતના લીલીયા તાલુકા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા










































