ગુજરાતની વહીવટી કચેરીઓમાં GSWANની નેટ કનેક્ટિવિટીથી સમગ્ર તંત્રનુ કામ કરવામાં આવે છે. આ નેટ કનેકવીટીમાં કોઈ સમસ્યા ઊભી થાય તો તંત્રની મોટાભાગની કામગીરી ટલ્લે ચડતી જોવા મળે છે. આ સ્થિતિમાં વડિયાની મામલતદાર કચેરીમાં કનેક્ટિવિટીની સમસ્યાથી સમગ્ર તંત્રનું કામ ટાલ્લે ચડતું જોવા મળ્યું હતુ. જેને કારણે વિદ્યાર્થીઓના વિવિધ દાખલા કઢાવવાની પ્રક્રિયા અટકી હતી.
આથી કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય અરજદારો હેરાન થતા જોવા મળ્યા હતા. આ બાબતે અરજદારો અને વિદ્યાર્થીઓએ મામલતદાર વાય. એન. બારડને રજુવાત કરતા તેમણે કનેક્ટિવિટી બાબતે પ્રયત્ન કર્યા હતા અને અંતે સાંજના સમયે કનેક્ટિવિટી આવતા ગામડાના અરજદારો અને વિદ્યાર્થી માટે તેમણે ગુરુવારના રોજ બકરી ઈદની જાહેર રજા હોવા છતાં રજાના દિવસે વિદ્યાર્થી અને અરજદારોના હિતમાં કચેરીના તમામ વિભાગો કાર્યરત રાખ્યા હતા. આ તકે અરજદારો અને વિદ્યાર્થીની પણ રજાના દિવસે દાખલા કઢાવતા જોવા મળ્યા હતા.










































