અમરેલીમાં સ્ટેશન રોડ પર મહાજન પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે આગામી ૨૨થી ૨૪ મે દરમિયાન એક વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ૫થી ૧૫ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ કેમ્પમાં જ્ઞાન સાથે ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ, પઝલ, બ્રેઇન ગેમ્સ તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ અને યોગાસન જેવી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ આધ્યાત્મિક સમર કેમ્પ અંગેની વધુ માહિતી મેળવવા અથવા રજીસ્ટ્રેશન કરાવવા માટે રસ ધરાવતા વાલીઓ મોબાઈલ નંબર ૮૮૪૯૧-૭૮૪૫૮ પર સંપર્ક કરી શકે છે.