ગુજરાત રાજ્ય ભારતના અગ્રણી કેરી ઉત્પાદક રાજ્યોમાંનું એક છે, જેમાં “કેસર” જાતનું વિશેષ આર્થિક અને વ્યાપારી મહત્વ છે. રાજ્યમાં આશરે ૧.૭૦–૧.૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે, જેમાં ગીર અને આસપાસના જિલ્લાઓ મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે. રાજ્યના કુલ ફળવર્ગ વિસ્તારમાં કેરીનો અંદાજે ૩૭% જેટલો હિસ્સો છે, જે તેની વ્યાપકતા અને મહત્વ દર્શાવે છે.ભારત વિશ્વમાં કેરીનું સૌથી મોટું ઉત્પાદન કરતો દેશ છે. તાજા આંકડાઓ મુજબ ભારત દર વર્ષે લાખો ટન કેરીનું ઉત્પાદન કરે છે અને નોંધપાત્ર પ્રમાણમાં નિકાસ પણ કરે છે. ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૩,૦૦૦ ટનથી વધુ કેસર કેરીની નિકાસ નોંધાઈ છે. માત્ર ૨૦૨૪–૨૫ દરમિયાન જ અંદાજે ૮૫૬ મેટ્રિક ટન નિકાસ નોંધાઈ છે.
કેસર કેરીને ભૌગોલિક સંકેત પ્રાપ્ત હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની વિશિષ્ટ ઓળખ સ્થાપિત થઈ છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ, યુનાઇટેડ કિંગડમ, સાઉથ આફ્રિકા અને યુરોપીય દેશોમાં તેની માંગ સતત વધી રહી છે. વધતી નિકાસને કારણે કેસર કેરી હવે ગુજરાત માટે “ડોલર કમાવતો રોકડ પાક” તરીકે ઓળખાઈ રહી છે, જે ખેડૂતોની આવક અને રાજ્યના કૃષિ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.
તાજેતરના વર્ષોમાં શિયાળાની ઠંડીનો સમયગાળો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તાપમાનમાં અચાનક વધારો જોવા મળે છે. ઘણીવાર મોર આવવાના સમયગાળા દરમિયાન અનિયમિત વરસાદ અથવા ઘન ઝાકળ પડવાથી મોર સુકાઈ જવું, ગળી જવું અથવા પાઉડરી મિલ્ડ્‌યુ જેવી બીમારી ફેલાય છે. આ પરિસ્થિતિ સીધી રીતે ફળધારણને અસર કરે છે.
વાતાવરણ પરિવર્તનથી થતા નુકસાનઃ વાતાવરણના અસંતુલનથી કેસર કેરીમાં નીચે મુજબ નુકસાન થાય છેઃ
• મોર સુકાઈ જવો અથવા ગળી જવું
•પાઉડરી મિલ્ડ્‌યુ અને એન્થ્રાક્નોઝ જેવા રોગોમાં વધારો
• મધિયો (મંગો હોપર), થ્રિપ્સ અને મીલીબગનો ઉપદ્રવ વધવો
• પરાગણ પ્રક્રિયા અધૂરી રહેવી
• ૨૦–૩૦% સુધી ફળ ગાળો વધવો
• ફળનું કદ નાનું રહેવું
• ગુણવત્તામાં ઘટાડો
• નિકાસ લાયક ફળનું પ્રમાણ ઘટવું
આ પરિસ્થિતિ ખેડૂતોના ખર્ચમાં વધારો કરે છે અને આવક પર સીધી અસર કરે છે.
ઉકેલઃ • પરાગનયન સુધારવા માટે પરાગનયન જાતોનો સમાવેશ કેરીમાં પરાગનયન મુખ્યત્વે મધમાખીઓ અને અન્ય જીવાતો દ્વારા થાય છે. જો બગીચામાં એક જ જાતના ઝાડ હોય, તો ક્રોસ-પરાગનયન ઓછું રહે છે. તેથી મુખ્ય જાત (કેસર) ની સાથે પરાગનયન જાતોનો સમાવેશ કરવો લાભદાયક છે.
આમ્રપાલી, તોતાપુરી, બોમ્બે ગ્રીન અને દેશી આંબા ઉત્તમ પરાગવાહક તરીકે કાર્ય કરે છે. સામાન્ય રીતે દર ૮ થી ૧૦ ઝાડ પછી ૧ પરાગનયન ઝાડ રાખવાથી ફળ બેસવાની ક્ષમતા ૧૦–૧૫% સુધી વધી શકે છે. બગીચામાં મધમાખીના મધપૂડા રાખવાથી પરાગનયન વધુ અસરકારક બને છે. ફૂલ અવસ્થામાં તીવ્ર ઝેરી દવાઓનો છંટકાવ ટાળવો જરૂરી છે.
• ફળ ગાળો નિયંત્રણ અને દ્ગછછ નો ઉપયોગ
વાતાવરણના અસંતુલન અને પરાગણની અપૂર્ણતાને કારણે ફળ ગાળો વધે છે. આવી સ્થિતિમાં નાફ્‌થેલિન એસિટિક એસિડ ૨૦-૪૦ દ્રાવણ મોર પછી અને ફળ વટાણા સાઈઝ પર છંટકાવ કરવાથી ફળધારણ જાળવવામાં મદદ મળે છે. તેનો ઉપયોગ હંમેશા નિષ્ણાતની સલાહ મુજબ કરવો.
• પિયત વ્યવસ્થાપન: • ફળ બેસવા અને વિકાસ દરમિયાન પાણીનું યોગ્ય સંચાલન અત્યંત મહત્વપૂર્ણ છે.
• મોર પહેલાં (નવેમ્બર-ડિસેમ્બર): પિયત બંધ રાખવી જેથી વનસ્પતિક વૃદ્ધિઅટકે અને મોર આવવામાં સહાય મળે.
• ફળ બેઠા પછી (વટાણા સાઈઝ): પિયત શરૂ કરવી જરૂરી છે, કારણ કે પાણીની અછત ફળ ગાળો વધારતી હોય છે.
ફળ વિકાસ સમયઃ ઉનાળામાં દર ૧૦–૧૫ દિવસે નિયંત્રિત પિયત આપવી.
ટપક સિંચાઈ પદ્ધતિથી ૩૦–૫૦% પાણી બચત થાય છે અને ૨૦–૩૦% ઉત્પાદન વધારો નોંધાય છે. આવરણ પદ્ધતિ (મલ્ચિંગ) કરવાથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી ટકી રહે છે.

આભાર – નિહારીકા રવિયા પોષક વ્યવસ્થાપનઃ જમીન પરીક્ષણ આધારે ખાતર આપવું જરૂરી છે. મોર પહેલાં પોટાશ અને બોરોનનો ઉપયોગ ફળધારણમાં સુધારો કરે છે. ઝીંક અને આયર્નની અછત હોય તો ફોલિયર સ્પ્રે કરવો જોઈએ.
જીવાત અને રોગ વ્યવસ્થાપન :
વધતા તાપમાન અને ભેજને કારણે મંગો હોપર, થ્રિપ્સ અને મીલીબગનો ઉપદ્રવ વધે છે. પાઉડરી મિલ્ડ્‌યુ અને એન્થ્રાક્નોઝ જેવા રોગો વધુ ફેલાય છે. પીળા સ્ટિકી ટ્રેપ, પ્રકાશ પાંજરા અને જૈવિક નિયંત્રણ અપનાવી રસાયણિક દવાનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જરૂર હોય ત્યારે નિષ્ણાતની સલાહથી જ દવાનો છંટકાવ કરવોજોઈએ.
વૃક્ષ સંચાલન અને છટણીઃ ફળ તોડ્‌યા પછી સુકાઈ ગયેલી, રોગગ્રસ્ત અને અંદરની તરફ વધતી ડાળીઓ દૂર કરવી. યોગ્ય છટણીથી હવામાં અવરજવર વધે છે, ભેજ ઓછું રહે છે અને રોગનું પ્રમાણ ઘટે છે. હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગમાં નિયમિત છટણી અત્યંત જરૂરી છે.
હવામાન આધારિત ખેતીઃ હવામાન પૂર્વાનુમાન આધારે પિયત, દવા અને ખાતર આયોજન કરવાથી નુકસાન ઓછું કરી શકાય છે. ડ્રિપ સિંચાઈ, મલ્ચિંગ, પરાગનયન જાતોનો સમાવેશ અને મધમાખી પાલન જેવી હવામાન-સ્માર્ટ ટેકનિક અપનાવવી સમયની માંગ છે.
આંબાનું મોરઆંબાનું વૃક્ષ:
• નિષ્કર્ષ
વાતાવરણ પરિવર્તન કેસર કેરીના ઉત્પાદન માટે ગંભીર પડકાર છે, પરંતુ વૈજ્ઞાનિક માવજત, યોગ્ય પિયત સંચાલન, પરાગનયન સુધારણા, દ્ગછછ નો નિયંત્રિત ઉપયોગ અને સંકલિત જીવાત નિયંત્રણ દ્વારા તેની અસરને ઘણાં અંશે ઘટાડી શકાય છે. ગુજરાતના ખેડૂતોએ પરંપરાગત અનુભવ સાથે આધુનિક ટેકનોલોજી અપનાવી હવામાન-સ્માર્ટ ખેતી તરફ આગળ વધવું જોઈએ. યોગ્ય આયોજન અને વૈજ્ઞાનિક માર્ગદર્શનથી કેસર કેરીની મીઠાશ અને વૈશ્વિક ઓળખ ભવિષ્યમાં પણ અડગ રહેશે.