ગુજરાત સરકાર અને એસ.ટી. વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં સુવિધાસભર મુસાફરી સુનિશ્ચિત કરવાના હેતુસર હાલમાં ૪૩ સાથે વધારાની ૦૫ મળી કુલ ૪૮ નવી બસ આ નાણાકીય વર્ષમાં ફાળવવામાં આવી છે. આ અંતર્ગત આજે તા. ૦૧-૦૧-૨૦૨૬ને સવારે ૧૦ઃ૩૦ કલાકે રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે અમરેલી બસ સ્ટેશન ખાતે નવીન ૦પ બસના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થયું છે. શહેર-જિલ્લાના પદાધિકારીઓ તથા શહેરીજનોએ ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































