નિવૃત્ત શિક્ષક લાભુબેન કરશનભાઈ મંડોરાએ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીને બજરંગ ગ્રુપના માધ્યમથી દેહદાન કર્યું છે. ધાર્મિક અને માનવતાભર્યા કાર્યોમાં અગ્રેસર રહેનારા લાભુબેન પેન્શનર હોવા છતાં હંમેશા સમાજકાર્યમાં મન મૂકી મદદરૂપ રહે છે. મંદિર નિર્માણ, ધાર્મિક ઉત્સવ તથા કથા સપ્તાહ જેવા કાર્યોમાં તેમણે ઉદાર હૃદયે યોગદાન આપ્યું છે. હવે દેહદાન કરીને તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજને પ્રેરણારૂપ સંદેશ આપ્યો છે.







































