બાબરા તાલુકાના લાલકા ગામમાં વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો હવે અંત આવશે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સતત પ્રયાસોથી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામ માટે નવીન ૧૫૦ મીમી વ્યાસની ડી.આઈ.કે ૭ પાઇપલાઇન માટે અંદાજે રૂ. ૧.૫૦ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. લાલકા ગામના લોકો લાંબા સમયથી પીવાના પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્ય સરકાર અને પાણી પુરવઠા બોર્ડ સમક્ષ આ રજૂઆત ઉઠાવતા સરકાર તરફથી મંજૂરી મળી છે.