અમરેલી જિલ્લા પંચાયતની તમામ ૩૪ બેઠકો પર રસાકસીભર્યો જંગ જોવા મળશે. વહીવટી તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની કુલ ૧૯૦ બેઠકોમાંથી ૧૮૬ બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બે બેઠકો પર બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈ આવતા ત્યાં હવે મતદાનની જરૂરિયાત રહી નથી.અમરેલી જિલ્લાની ૬ નગરપાલિકામાં ૧૯ર બેઠક પર ચૂંટણી યોજાવાની હતી જા કે ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે ૧૦ બેઠકો બિનહરીફ કબજે કરી છે. જેથી હવે ૬ નગરપાલિકાઓમાં કુલ ૧૮ર ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. આ આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકશાહીનું પર્વ પૂરજોશમાં ઉજવાશે. મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ બેઠકો સીધી રીતે સ્થાનિક વિકાસ સાથે જોડાયેલી છે.
અમરેલી જિલ્લાની નગરપાલિકાઓમાંથી ૧૭ ફોર્મ પરત ખેંચાયા
અમરેલી જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ હવે આખરી ચિત્ર સ્પષ્ટ થયુ છે. જિલ્લાની ૬ નગરપાલિકોઓમાં અત્યાસુધીમાં કેટલા ફોર્મ ખેંચ્યા છે. તેની વિગત બહાર આવી છે. અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસ ૬, આપ ૪ સહિત ૧૦ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા છે. સાવરકુંડલા નગરપાલિકામાં, આપ બે સહિત બે ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા છે. બગસરા નગરપાલિકામાં આપના ૪ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા છે. ધારી નગરપાલિકામાં આપ ૧ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા છે તો જિલ્લા પંચાયતમાં આપમાંથી બે ફોર્મ સહિત ૪ ફોર્મ પરત ખેંચાયા છે. તો જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં નજર કરીએ તો લાઠી તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ ૧ સહિત ર ફોર્મ પરત ખેંચાયા છે. બાબરા તાલુકા પંચાયતમાંથી અપક્ષ ૧ ફોર્મ પરત ખેંચાયું છે. લીલીયા તાલુકા પંચાયતમાંથી આપ ૧ ફોર્મ પરત ખેંચાયું છે. ધારી તાલુકા પંચાયતમાંથી આપનું ૧ ફોર્મ પરત ખેંચાયુ છે. રાજુલા તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસમાંથી ૧ અને આપનું ૧ ફોર્મ પરત ખેંચાયુ છે. સાવરકુંડલા તાલુકા પંચાયતમાંથી આપનું ૧ ફોર્મ પરત ખેંચાયુ છે. જાફરાબાદ તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસનું બે સહિત ૪ ફોર્મ પરત ખેંચાયા છે. આમ અમરેલી જિલ્લાની નગરપાલિકાઓમાંથી કુલ ૧૭ ફોર્મ પરત ખેંચાયા છે. જિલ્લા પંચાયતમાંથી ૧૩ અને તાલુકા પંચાયતમાંથી ૧૩ ફોર્મ પરત ખેંચાયા છે.
અમરેલી જિલ્લામાં ચૂંટણી પહેલા જ ભાજપ ૧૪ બેઠકો પર બિનહરીફ
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિવિધ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ચૂંટણી પહેલા જ ભવ્ય વિજય થયો છે. જાફરાબાદ તાલુકા પંચાયતના વઢેરા બેઠક પરથી ફુલબાઈબેન બાંભણિયા, રોહિસા બેઠક પરથી જીતુભાઈ મકવાણા,બાબરકોટ બેઠક પરથી રૂપેશભાઈ સાંખટ અને બાબરા તાલુકા પંચાયતની ચમારડી બેઠક પરથી કરમદીબેન ગેવરીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત ધારી નગરપાલિકાના વોર્ડ નંબર ૩ માંથી ગીતાબેન ગમારા, રૂપાબેન ચાવડા, જયદેવભાઈ બસિયા અને મનસુખભાઈ ભુવાએ જીત મેળવી છે. દામનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૧ અને ૪ માંથી પણ ભરતભાઈ ચૌહાણ, ચાંદનીબેન નારોલા અને રીદ્ધીબેન ગાંધી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જયારે અમરલી નગરપાલિકા વોર્ડ નં.રમાં મીનાબેન શેખવા અને વોર્ડ નં.૮મા પૂનમબેન સાવલીયા તથા વૈશાલીબેન માંગરોળીયાની બિનહરીફ જીત થઈ છે. આ તમામ ૧૪ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ બિનહરીફ ચૂંટાઈને પક્ષનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.









































