સાવરકુંડલા, વિશ્વપ્રસિદ્ધ કાંટા ઉદ્યોગ કેન્દ્ર, હાલ ચાઈનીઝ મશીનો અને પ્રોડક્ટ્‌સથી ભારે પડકારનો સામનો કરી રહ્યો છે. સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના બદલે સરકાર અવનવા જટિલ નિયમો લાદીને ઉત્પાદકો અને વેપારીઓને હેરાન કરી રહી છે તેવી આક્ષેપ ઉઠ્‌યા છે. આ મુદ્દે સાવરકુંડલા કાંટા ઉદ્યોગ સંઘે ગઈકાલે યોજાયેલી મિટિંગમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સંઘે આ નિયમોને ‘કાળા કાયદા’ ગણાવીને, જરૂર પડે તો સરકાર વિરુદ્ધ કડક પગલાં લેવાનો ચેતવણીસભર નિર્ણય લીધો છે. આ વિરોધમાં પ્રમુખ મહેશભાઈ ડોડીયા, કેતનભાઈ ત્રિવેદી, વિપુલભાઈ મકવાણા, નિકુલભાઈ ચુડાસમા, જયંતિભાઈ મકવાણા સાથે વેપારીઓએ સક્રિય ભાગ લીધો હતો.