સાવરકુંડલા શહેરમાં તંત્ર દ્વારા જાહેર માર્ગો પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય બજાર સહિત મહુવા રોડ, હાથસણી રોડ અને નાવલી બજાર વિસ્તારમાં દબાણોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઓટલા, છાપરાં તેમજ અન્ય બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની કામગીરી દરમિયાન કેટલાક લોકોએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લીધા હતા. શહેરના મુખ્ય માર્ગો પર દબાણોના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી સાંજ સુધી ચાલુ રાખવામાં આવી હતી. કામગીરી દરમિયાન માર્ગો ખુલ્લા થતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં રાહત મળવાની શક્યતા છે.

































