લાઠીમાંથી સગીરનું અજાણ્યા ઇસમે અપહરણ કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી.બનાવ અંગે મહેશભાઇ વ્રજલાલભાઇ ચૌહાણે (ઉ.વ.૫૫) નોંધાવેલી ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યો ઇસમ તેમના સગીર પુત્રનું કોઈ પણ રીતે અપહરણ કરી ગયો હતો. બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.કે. પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.


































