સાવરકુંડલા મહિલા અધ્યાપન મંદિર સંચાલિત પી.ટી.સી. કોલેજ ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત સાયબર સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો અને ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી માહિતી આપવાનો હતો. અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ પ્રોજેક્ટરના માધ્યમથી સાયબર ક્રાઇમ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ર્મોફિંગ સહિતના વિવિધ સાયબર ગુનાઓ વિશે સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત ઓનલાઈન ઠગાઈથી કેવી રીતે બચવું, વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી અને સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.