આમ આદમી પાર્ટી દ્વારા સરદાર પટેલ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે કિસાન મહાપંચાયત યોજાઇ હતી. જેમાં સાવરકુંડલા શહેર અને તાલુકાના વિવિધ ગામોમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. કિસાન મહાપંચાયતમાં કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચારના અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ખેડૂતો સાથેના અન્યાય સામે અવાજ ઉઠાવવા સાવરકુંડલા આમ આદમી પાર્ટીના જગદીશભાઈ ડાભી ઠાકોર, અમિત રાઠોડ, સાવરકુંડલા લીલીયા વિધાનસભા પ્રભારી ઓધવજીભાઈ રાદડિયા, ઈશ્વરભાઈ સિધ્ધપુરા સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.