અમરેલી જિલ્લાના વડિયા ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડિયાના આંબેડકર ચોકથી પ્રારંભ થયેલી વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં યુવાનો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ચૂંટણીનો માહોલ હોવાથી વિવિધ રાજકીય નેતાઓએ પણ શોભાયાત્રામાં જોડાઈને ડા. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દલિત સમાજના અગ્રણીઓ અને યુવા કાર્યકરોની ભારે જહેમતથી સંપન્ન થયું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ હતો.