વડિયાના ખડખડ ગામની સીમમાંથી પરપ્રાંતીય સગીરાને એક યુવક ભગાડી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સગીરાના પિતાએ શૈલેષ રામલાલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી તેમની સગીર દીકરીને લલચાવી, ફોસલાવી તેમજ લગ્ન કરવાના અને બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે વડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. પી.ડી. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































