બગસરા એસ.ટી. ડેપો ખાતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.અરજણસુખ ગામના રમેશભાઈ સાધુના દીકરાની ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફાઈલ આશરે પાંચ મહિના પહેલા ખોવાઈ ગઈ હતી. આ ફાઈલ મળી આવતા કર્મચારી જયેશભાઈ કટકિયા અને ડેપો મેનેજર નિમિષા ગઢવી દ્વારા જરૂરી ખરાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ ફાઈલ તેના માલિકને પરત સોંપવામાં આવી હતી. લાંબા સમય બાદ મહત્વના દસ્તાવેજો પરત મળતા પરિવારજનોએ એસ.ટી. સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.































