લીલીયાની ક્રિષ્ના ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા મહિલાઓ માટે ત્રણ દિવસીય કિચન ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી આશરે ૯૦ બહેનોએ અમરેલીમાં અમર ડેરીની અને કૃષિ વિકાસ કેન્દ્ર
અમરેલીની મુલાકાત લીધી હતી. તેમાં કઈ પ્રોડક્ટ કેવી રીતે બને છે તેની માહિતી મેળવી હતી. આ પ્રસંગે સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી હાજર હોય હોવાથી તેમનું અને અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, આર એસ પટેલ વિગેરેનું સન્માન ચેરમેન નીતિનભાઈ ત્રિવેદી, મુકેશભાઈ માતરીયા, ડિરેક્ટર અતુલભાઇ ભટ્ટ, રૂપાબહેન પાઠક, ઈન્દુબહેન પાઠક, ડો.ભાવનાબહેન કુંભાણી, ખેડૂત અગ્રણી ત્રીકમભાઈ શિંગાળા મેનેજર જીતેન્દ્રભાઈ પાઠક તથા વિનીત ભાઈ, દયાબહેન કવા અને લાભાર્થી બહેનો દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની મુલાકાત લીધેલ.































