મોટી કુકાવાવ ગામે નાયરા પેટ્રોલપંપ પાસે એસ.ટી. બસે ઓટો રિક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.આ અંગે આસિફભાઈ રજાકભાઈ દયાતર (ઉં.વ.૩૮)એ એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પોતાની સીએનજી ઓટો રિક્ષા લઈને વડિયા તરફ જઈ રહ્યા હતા. તે વખતે મોટી કુકાવાવ નાયરા પેટ્રોલપંપ પાસે પહોંચતાં સામેથી આવતી એસ.ટી. બસના ચાલકે પોતાના કબજાની બસ પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રિક્ષા સાથે અથડાવી દીધી હતી.આ અકસ્માતમાં રિક્ષાચાલકને માથાના ભાગે ઈજા પહોંચતાં ત્રણ ટાંકા આવ્યા હતા તેમજ શરીરે અને વાંસાના ભાગે મૂઢ ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બી. પી. ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
































