સાવરકુંડલામાં મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ તથા મહાત્મા ગાંધીજી ધર્મશાળા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના,ગાંધીગીતો અને દીપ પ્રાગટ્ય કરાયા હતા. રમઝાનભાઈ હસણીયાએ ‘યાત્રા મોહનથી મહાત્મા’ વિષય પર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ત્રણ નવા પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યુ હતું.