બાબરાના કોટડાપીઠા ગામની સીમમાં વાડીના શેઢે પવનચક્કીના વીજ પોલના થાંભલા નાખવાની ના પાડતાં એક યુવકને ગાળો આપી જમીન પર ઢસડી માર મારવામાં આવ્યો હતો. આ અંગે સામતભાઈ બધાભાઈ દાફડા (ઉં.વ. ૩૮)એ વિનુભાઈ રૂપાભાઈ ઝાપડિયા (રહે. સુખપર), યોગેશભાઈ વિહાભાઈ ડેર (રહે. હિરાણા), પથુભાઈ રામભાઈ બસીયા (રહે. કોટડાપીઠા), રણુભાઈ આહીર (રહે. ગમા પીપળીયા), ભવાનભાઈ સોરીયા (રહે. ઊંટવડ) તથા પથુભાઈ કોઠીવાળ (રહે. સુખપર) સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, સામતભાઈ પ્રવિણભાઈ ગજેરાની વાડીએ ખેત મંજૂરીનું કામ કરતા હતા ત્યારે તમામ આરોપીઓ પ્રવિણભાઈ જાદવભાઈ ગજેરાની વાડીના શેઢે મંજૂરી વગર પવનચક્કીના વીજ પોલ નાખતા હતા. પ્રવિણભાઈએ આ અંગે ના પાડતાં ઉશ્કેરાયેલા છએય આરોપીઓએ એકસંપ થઈ પ્રવિણભાઈ તથા સાગરભાઈ સાથે ઝપાઝપી કરી ગાળો આપી હતી.દરમિયાન સામતભાઈ વચ્ચે પડતાં આરોપી વિનુભાઈ ઝાપડિયા, પથુભાઈ બસીયા અને ભવાનભાઈ સોરીયાએ ગાળો આપી હતી. તેમજ વિનુભાઈ અને યોગેશભાઈ ડેરે સામતભાઈના પગ પકડી નીચે પછાડી દઈ જમીન પર ઢસડતાં તેમને શરીરે છોલાણ ઈજાઓ થઈ હતી. જ્યારે રણુભાઈ આહીર અને પથુભાઈ કોઠીવાળે સાક્ષી સાગરભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્નઝ્રમ્ પર પથ્થરમારો કરી કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું.આ બનાવ અંગે અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી. આર. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.





































