પનામા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કો.-ઓપરેટીવ એલાઈન્સ (ICA)ની વૈશ્વિક યુવા સમિતિના અધ્યક્ષ તરીકે પુનઃપદભાર સંભાળ્યા બાદ હર્ષ મુકેશભાઈ સંઘાણીનું અમરેલી આગમન થતા સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ ખાતેના તપેશ્વર મહાદેવના દર્શન કરીને સંસ્થાના નિવાસી તપસ્વિઓના આર્શીવાદ મેળવ્યા હતા. તેમનું તપસ્વિઓ અને સંસ્થાના સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. ભારતના યુવા પ્રતિનિધિ તરીકે વૈશ્વિક સ્તરે યુવા સમિતિમાં તેમની પુનઃનિયકિત અદભુત નેતૃત્વ ક્ષમતાઓ અને અનુભવોના કારણે શકય બન્યુ છે.








































