રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજ, રાજુલાના એન.એસ.એસ. યુનિટ-૧ અને યુનિટ-૨ ની સ્વયંસેવિકા બહેનોએ રાજુલા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે
વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં સહયોગી ડેપો મેનેજર એમ.બી. જોષી, મિકેનિક વિજયભાઈ મેતલીયા, ડ્રાઇવર રવજીભાઈ લાખણોત્રા, કંડકટર ચંપૂભાઈ ચાંદુ, રવિભાઈ પાઠક સહિત એસ.ટી. વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વયંસેવિકાઓએ વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપ્યો હતો. વાવવામાં આવેલા વૃક્ષો ભવિષ્યમાં મુસાફરોને છાંયડો આપશે તેમજ પર્યાવરણની શુધ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવશે.







































