રાજુલાના ધુડીયા આગરિયા ગામે પતિએ પત્નીને ગાળો બોલીને ઝાપટ મારી હતી. બનાવ સંદર્ભે કૈલાસબેન ધનાભાઇ સોલંકી (ઉ.વ.૨૧)એ પતિ ધનાભાઇ આણંદભાઇ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિએ તેના ચારીત્ર્ય બાબતે શંકા-કુશંકા કરી ભુંડાબોલી ગાળો આપી હતી. તેમજ જમણા પગના ઘૂંટણ નીચે ઘોકાનો ઘા મારી ઇજા કરી મોઢા ઉપર જાપટો મારી અને શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી હતી. ઉપરાંત શારીરીક તથા માનસિક ત્રાસ આપ્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ રાણાભાઈ કે વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.