બાળકોને પોલિયો મુક્ત કરવાના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત, લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ અને અર્બન આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે અમરેલીમાં પોલિયો બુથનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ટીમ અને ક્લબના સભ્યોના અથાગ પ્રયત્નોથી કુલ ૪૧૬ બાળકોને રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ વિજય વસાણી,પ્રમુખ રાકેશ નાકરાણી, સેક્રેટરી રાજેશ ગઢિયા અને ડા. સૌમિલ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીની જનતાએ આ સંયુક્ત કામગીરીને બિરદાવી હતી, જ્યારે ક્લબના પ્રમુખે આગામી સમયમાં પણ આવી સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.










































