અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અમરેલી જિલ્લાના મહામંત્રી તરીકે ભરતભાઇ બાવીશીની નિમણૂંક કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ વરણી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ભરતભાઇની સંગઠન પ્રત્યેની વફાદારી અને શૈક્ષણિક ક્ષેત્રે તેમના સમર્પણને ધ્યાનમાં રાખીને આ મહત્વની જવાબદારી સોંપાઈ છે. તેમની નિમણૂકથી અમરેલી જિલ્લાના શિક્ષકો અને સંગઠનના સભ્યોમાં ખુશીનો માહોલ છે. આગામી સમયમાં તેમના નેતૃત્વ હેઠળ સંગઠન વધુ મજબૂત બનશે અને શૈક્ષણિક પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય કામગીરી થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. શૈક્ષણિક પરિવારે તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.









































