અમરેલી જિલ્લાના ચિતલના પનોતા પુત્ર પ્રસિદ્ધ લોક સાહિત્યકાર સ્વ.બાલકૃષ્ણ દવેની સ્મૃતિમાં વિદ્યાભારતી ટ્રસ્ટ પ્રેરિત, બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા આયોજીત સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ ‘બાલકૃષ્ણ દવે એવોર્ડ- ૨૦૨૫ ‘ તા.૨૧/૧૨/૨૫ સાંજે ૩.૩૦થી ૫.૦૦ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, ચિતલ ખાતે રાજુલાના શશીભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’ ને અપાશે. અમેરિકાસ્થિત ડો. રાજેશભાઈ પટેલ અને ડો. ઉષાબેન પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું ઉદ્‌ઘાટન રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા તથા સાહિત્ય સેતુ, અમરેલીના મહેન્દ્રભાઈ જોષીના હસ્તે થશે. આશીર્વચન પ.પૂ. સંતશ્રી રતિદાદા-ચલાલા તથા ભક્તિરામ બાપુ-માનવ મંદિર સાવરકુંડલા આપશે. કાર્યક્રમનું સંચાલન ધ્રુવ મહેતા દ્વારા કરાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે સુરેશભાઈ પાથર, અશ્વિનભાઈ સાવલિયા, મનુભાઈ દેસાઈ, વિજયભાઈ દેસાઈ- જિલ્લા પ્રમુખ વિહીપ., જયસુખભાઈ દેસાઈ- મહાદેવ કોટેક્ષ ચિતલ, કાળુભાઈ ધામી-અગ્રણી -ઉદ્યોગપતિ ચિતલ, લાલભાઈ દેસાઈ-દેસાઈ કોટેક્ષ ચિતલ, મોટાભાઈ સંવટ- મેને. જીવરાજ મહેતા ટ્રસ્ટ વગેરે ઉપસ્થિત રહેશે.