રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે સંજયસિંહ રાણાને નિમણૂક આપવામાં આવી છે. જ્યારે પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની પસંદગી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે સ્ટેન્ડીંગગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ દંડક તરીકે હીરલ શાહની વરણી કરવામાં આવી હોવાનું મનપા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલા નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવતા, ભાજપે ગીતા મકવાણાને મેયર તરીકે ચૂંટ્યા છે. આ સાથે જ, આદિત્ય પટેલને ડેપ્યુટી મેયરની જવાબદારી સોંપવામાં આવી છે, અને વર્ષાબેન વ્યાસને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય ભાજપ નેતૃત્વની મંજૂરી બાદ આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
૨૬ મેના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે હોદ્દેદારોના નામ જાહેર થયા પછી, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, વલસાડ-વાપી અને સુરેન્દ્રનગર માટે નવા હોદ્દેદારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે










































