રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે. જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં ખાદ્યતેલના બજારમાં તેજીનો માહોલ યથાવત છે. હાલમાં વરસાદ ખેંચાવાના કારણે બજારમાં મગફળી અને કપાસની નવી આવક સદંતર બંધ થઈ ગઈ છે. બીજી તરફ, માર્કેટમાં સિંગતેલ અને કપાસિયા તેલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આવક બંધ થવા અને માંગ વધવાના આ બેવડાં કારણોસર સિંગતેલના ભાવમાં રૂ. ૫૦ અને કપાસિયા તેલમાં રૂ. ૨૫નો ઝીંકાયો છે. આ નવા ઉછાળા સાથે બજારમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૩૦૫૦ અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૮૫૦ની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોના બજેટ પર સીધી અસર પડી રહી છે.
તાજેતરમાં થયેલા ભાવવધારામાં સિંગતેલના ડબ્બામાં રૂ. ૫૦ અને કપાસિયા તેલના ડબ્બામાં રૂ. ૨૫નો સીધો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારા બાદ હવે સિંગતેલના નવા ડબ્બાનો ભાવ વધીને રૂ. ૩૦૫૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૮૫૦ના ઉંચા સ્તરે પહોંચી ગયો છે. તેલના ભાવ આસમાને પહોંચતા વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં ચિંતાનો માહોલ જાવા મળી રહ્યો છે. ખાદ્યતેલમાં અચાનક આવેલી આ તેજી પાછળ વરસાદનું ખેંચાવું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. વરસાદ લંબાવવાના કારણે યાર્ડમાં મગફળી અને કપાસિયાની આવક લગભગ બંધ થઈ ગઈ છે, જેના લીધે કાચા માલની અછત સર્જાઈ છે. બીજી તરફ માર્કેટમાં સિંગતેલ અને કપાસિયા તેલની સતત માંગ વધી રહી છે. આવક ઘટી અને માંગ વધવાના કારણે ખાદ્યતેલના ભાવ સતત ઉંચકાઈ રહ્યા છે.