બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ હકુભાઈ ભુકણની ટીમે નાની કુંડળ ગામે સફળ રેડ કરીને તીનપત્તી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે દિલીપભાઈ માવજીભાઈ ભાલીયાના મકાન નજીક ખુલ્લી જગ્યામાં ધાબાના છાયા નીચે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરતાં જગદીશભાઈ ઉર્ફે જગો ભોળાભાઈ કટારીયા, દિનેશભાઈ શંભુભાઈ ચૌહાણ, સુખાભાઈ સોંડાભાઈ સોસા, વિભાભાઈ જાગાભાઈ બારડ અને છગનભાઈ મેરામભાઈ ધોરાળીયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી ગંજીપત્તાના ૫૨ પાનાં અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧૨,૬૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








































