સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે બગસરા તાલુકાના સમઢીયાળા બેઠકના ભાજપના ઉમેદવારનું ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયુ હતુ. ૧ર-સમઢીયાળા બેઠક માટે અનુસુચિત આદિજાતિ માટે ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર મીરાબેન ગોવિંદભાઈ ગજેરાએ રજૂ કર્યંુ હતુ. જા કે ફોર્મ ચકાસણી સમયે અન્ય ઉમેદવાર કોકીલાબેન જનકભાઈ નિરંજનીએ વાંધા અરજી રજૂ કરી હતી. જેથી ચૂંટણી અધિકારીએ ફોર્મ ચકાસણી કરતી વખતે નોંધ્યુ કે ઉમેદવાર મીરાબેન ગોવિંદભાઈ ગજેરાએ અનુસુચિત આદિજાતિની અનામત બેઠક પર ફોર્મ ભરતી વખતે મધ્યપ્રદેશ રાજયની શાળાનું પ્રમાણપત્ર રજૂ કરેલ હતુ. ચૂંટણી અધિકારીએ વધુ ચકાસણી કરતા માલુમ પડેલ કે, ઉમેદવાર મીરાબેન લગ્ન થયા બાદ ગુજરાતમાં સ્થાળાંતર થયેલા છે.ઉમેદવાર પાસે મધ્યપ્રદેશ રાજયના અનુસુચિત જનજાતિંનું પ્રમાણપત્ર હોય ગુજરાત રાજયમાં ઉમેદવારને અનુસુચિત જનજાતિના અનામતના લાભ મળવાપાત્ર જેથી સમઢીયાળા બેઠક પરથી મહિલા ઉમેદવાર અનમાત બેઠક પરથી દાવેદારી કરી શકે નહી તેવો ચૂંટણી અધિકારીએ હુકમ કરતા તાલુકા પંચાયતની એક બેઠક ભાજપે ગુમાવી છે.






































