બાબરાના ભીલડી ગામના રાજેશભાઈ જસમતભાઈ કરડના યસ બેંકના ખાતામાંથી તેમની જાણ બહાર રૂ.૯૪,૯૯૮ ઉપડી ગયા હતા. આ મામલે ૧૯૩૦ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતા, એસ.પી. સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ ટીમે ત્વરિત કાર્યવાહી કરી હતી. પી.આઈ. કે.એલ. ખટાણા તેમજ પોલીસ કોન્સ્ટેબલ હીનાબેન મેવાડા અને સાધનાબેન દાફડાની મહેનતથી ગુમાવેલી પૂરેપૂરી રકમ પરત મળી છે. સાયબર પોલીસની આ સફળ કામગીરીને અરજદારે બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.






































