ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે ધારાસભ્ય જે.વી. કાકડિયાના ભગીરથ પ્રયત્નોથી મંજૂર થયેલા વિકાસલક્ષી કામોનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે અંદાજે ૨૯ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા નવા માર્ગના નિર્માણનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામજનોની સુવિધા માટે તૈયાર થયેલા ૭૦ લાખ રૂપિયાના વિવિધ કામોનું વિધિવત લોકાર્પણ પણ સંપન્ન થયું હતું. આ ગરિમામય કાર્યક્રમમાં પૂ.મહાવીરબાપુના આશીર્વાદ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી,જયંતીભાઈ પાનસુરીયા અને જિલ્લા પંચાયતના અશ્વિનભાઈ કુંજડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ચલાલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધી જયરાજભાઈ વાળા અને તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરાએ પણ હાજરી આપી હતી. આ ઉપરાંત પ્રકાશભાઈ કારિયા, ભઈલુભાઈ વાળા અને આરોગ્ય સમિતિના ચેરમેન (સરપંચ) હરેશભાઈ વાળા સહિત અનેક આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતા.