ગુજરાતના કેળવણીકાળશ્રી નાનાભાઈ ભટ્ટના શબ્દોમાં કહીએ તો કેળવણીનું મુખ્ય કાર્ય શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને જીવનના ઉચ્ચ મૂલ્યો અને સંસ્કાર પ્રદાન કરવાનું છે. હાલ બોર્ડ પરીક્ષાનો માહોલ ધુળેટીના રંગની જેમ રંગાયો છે. સૂર્યદેવ ધરતી ઉપર તપી રહ્યા છે. તેવા માહોલમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા રોકેટ ગતિએ ચાલી રહી છે. આખા વર્ષનો પરિશ્રમ, પુરુષાર્થ અને પ્રયાગરાજ તરફ જવા માટે સામર્થ્ય અને શક્તિનું મૂલ્યાંકન કરવાનો માર્ગ એટલે પરીક્ષા.
ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહીએ તો હોરાજ મને લાગ્યો કસુંબીના રંગની સાથે સાથે પરીક્ષા આપવાનો રંગ. કેસુડાના ફૂલો વસંતની જેમ ખીલે છે. તેમ બાળકો ઝીણવટભરી તૈયારી કરીને પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જીવનમાં ડગલે અને પગલે પરીક્ષા આવવાની છે. માતા સીતાજીએ પણ અગ્નિ પરીક્ષા આપીને સફળતા પ્રાપ્ત કરી છે.સામાજિક જીવનમાં રોજબરોજના પ્રશ્નોના જવાબ શોધી ઉત્તમ દેખાવ કરવાનો હોય છે. જ્યાં જીવનની એરણ પર કેટલું કસાયેલું જીવન જીવી રહ્યા છીએ તેનો અરીસો ખુદ પોતે બનવાનું હોય છે. શિક્ષણ સાથે સમજણનું ઘડતરએ જ સફળ જીવનની ગુરુ ચાવી છે. ડો. ઉષાબેન ભટ્ટના શબ્દોમાં કહીએ તો સમજણમાં શક્તિ રહેલી છે. આજની યુવા પેઢી પરીક્ષાના માહોલમાં તનાવ મુક્ત ન રહે તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ કેટલીક કાઉન્સિલિંગ સંસ્થાઓ અને ડી.ઈ.ઓ કચેરીઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુખ્ય ઉદ્દેશ બાળકોની અંદર જે સર્જનાત્મક શક્તિ પડી છે તે સ્કિલને બહાર લાવવાની છે.
કુદરત દ્વારા પ્રાકૃતિક વાતાવરણ અને આબોહવા અનુકૂળ છે ત્યારે પ્રકૃતિ, પરમાત્મા વ્યક્તિગત આત્મા અને તેમની વચ્ચેના આંતર સંબંધોનું જ્ઞાન જો થઈ જાય તો આપણા જીવનની પરીક્ષામાં સફળતાની કેડી કંડારી શકાય અને ચોક્કસપણે ઉત્તીર્ણ થઈ જવાય.જીવનમાં ઉતારવા જેવુ જ્ઞાન જેવી રીતે શ્રી કૃષ્ણ’એ અર્જુનને ધર્મના માધ્યમથી તેમના આંતર ચક્ષુ ખોલી નાખ્યા અને દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું, જે શબ્દો આજના સમયમાં પણ યથાર્થ છે. વર્ગખંડની અંદર તમારા ગુરુજનોએ જે ભણાવ્યું છે તે જ તમારે તૈયાર કરીને બોર્ડ પરીક્ષામાં લખવાનું હોય છે. પરિશ્રમ કર્યા વગર કશું જ પ્રાપ્ત થતું નથી એ તમારે સ્વીકારવું પડશે. ભગવદ્ગીતાના દાર્શનિક સિદ્ધાંતો મૂજબ કર્મના સિદ્ધાંતને સ્વીકારવો જ પડશે.ફળની આશા રાખવી હોય તો વૃક્ષ વાવવું પડે. આજે બાળકોના માનસ ઉપર ટેકનોલોજીએ ભરડો લીધો છે અને મોબાઈલ, ઇન્ટરનેટ અન્ય ઉપકરણોના ગુલામ બની પાઠ્યપુસ્તક કે સંદર્ભ ગ્રંથો વાંચવાની જગ્યાએ બિનજરૂરી સોશિયલ માધ્યમોમાં રચ્યા પચ્યા રહે છે. તેના કારણે અસરકારક પરિણામ આવતું નથી.
વિદ્યાર્થી મિત્રો પરિવાર, સમાજ અને દુનિયાનું અસ્તિત્વ સારા લોકો અને સારા તત્વોથી છે. જે શિક્ષણ, સમજ અને સમજદારીમાં છે. જ્યારે આપણે જીવનની પરીક્ષાની ઉત્તરવહીમાં સાચા જવાબો અંકિત કરીએ.ચિંતા છોડો નિજાનંદમાં જીવો અને સફળતા મેળવો.જિંદગી જીવવા માટે છે તેને વેડફી નાખવાનો કોઈ અધિકાર નથી.દુનિયાના મહાન પુરુષો તેમની સફળતા તેમના કર્મ થકી છે. ઓછા ટકા આવશે.મને સારી જગ્યાએ પ્રવેશ નહીં મળે આ બધું છોડીને આંતરિક
આભાર – નિહારીકા રવિયા શક્તિઓ તમારી અંદર જે પડેલી છે તેને વાગોળો તેજ તમને મુકામ સુધી લઈ જશે.
હમણાં જ મહેસાણા જિલ્લાનો ધોરણ ૧૦ માં નાપાસ વિદ્યાર્થીએ થરમોકોલથી વિમાન બનાવ્યું.તેની આંતરિક સૂઝબૂઝ થકી તે બનાવી શકયો. હું તો રોજ બાળકોને કહું છું કે તમે જે કરો તે શ્રેષ્ઠ કરો.સાઈકલ રીપેરીંગ કરો તો એવી રીપેરીંગ કરો કે રીપેરીંગ કરવાવાળાઓની લાઈન લાગે. રાજ્યના સારસ્વત મિત્રોને પણ વિનંતી કે આપણે જે વર્ગમાં ભણાવીએ છીએ તે શ્રેષ્ઠ ભણાવીએ છીએ? ફાટેલી નોટો વારો પગાર લેતા નથી? એટલે અંતર આત્માને કેન્દ્રસ્થાને રાખીને બાળકોને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ.
વેદોને સમજવાને બદલે કોઈક બાળકની વેદના ને સમજશું તો વેદ જ છે. બોર્ડ પરીક્ષા વખતે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબ નિતીન નામના દિવ્યાંગ વિદ્યાર્થીને મળ્યા.તે વિધાર્થીને બંને હાથ નથી. તેમ છતાં તેને લહિયો લેવાની ના પાડી અને પોતે પગેથી બોર્ડ પેપર લખશે. નીતિન આત્મ વિશ્વાસથી પેપર આપતો નજર પડે છે. સાહેબે તેની મક્કમતા અને દ્રઢતાને જોઈ પોત્સાહિત કરી તમામ ભણવાનો ખર્ચ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી રોહિતભાઈ સાહેબ આપશે.આ બાબત એ બતાવે છે કે જેના અંતરમાં શિક્ષણની સંજીવીની અને સંવેદનાઓ પડેલી છે તેને મદદ કરવાની ભાવના ઈશ્વર દ્વારા અંકિત થઈ જતી હોય છે. પ્રભુ આવા સ્વરૂપે મોકલી દે છે. ડી. ઈ. ઓ સાહેબ તે પ્રસાદ આપવાનું માધ્યમ બન્યા.શ્રી રોહિતભાઈ સાહેબને ખુબ ખુબ શુભેછા.વૈદિક ગ્રંથોના જ્ઞાનથી ભગવાન સાથેના પોતાના સંબંધને જાણી શકાય છે.પરંતુ જ્યારે આત્મજ્ઞાન માનવસેવા તરફ પ્રયાણ કરે છે ત્યારે મનુષ્ય સ્વર્ગલોકના પંથે હોય છે.ત્યારે જીવન સફરતાની પરીક્ષામાં પાસ થઈ શકીએ છીએ.તેજ સૌથી મોટી ડિગ્રી.સૌ પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. હોળીની અગ્નિ જ્વાળા જેમ ઊંચેને ઊંચે જાય છે. તેમ આપ આગળ વધો તેવી આશા. વિધાર્થી દેવો ભવઃ mo.૯૮૨૫૭૦૨૨૮૨











































