ગ્રાન્ટ ઇન કોડ વિનિયમ જોગવાઈ મુજબ કેન્દ્રીયકૃત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સંલગ્ન કચેરી કમિશનરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા એચ મેટ પરીક્ષા પાસ કરીને શિક્ષકમાંથી આચાર્ય બન્યા.
શિક્ષકમાંથી અનુભવ મેળવી પ્રોસેસમાંથી પસાર થયા બાદ આચાર્ય બન્યા એટલે સવર્ગ બદલાય છે તેવું માની મંડળ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીમાં રાજીનામું શબ્દ લખાવીને શિક્ષકની નોકરી સમાપ્ત થઈ જાય છે. શાળા સમય પછી અને શાળા સમય પહેલા આચાર્યના હોદ્દા ઉપર હાજર થાય છે. શિક્ષકમાંથી આચાર્ય બન્યા તે સમયે જ રાજીનામાની જગ્યાએ છુટા કરવામાં આવે છે તેઓ શબ્દ વાપર્યો હોત તો આજે સર્વિસ જોડાણનો પ્રશ્ન ઉદભવ્યો હોત નહીં.? કેન્દ્ર સરકારની જૂની પેન્શન યોજના અંતર્ગત ૧/ ૪/ ૨૦૦૫ પહેલાના તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાનો થાય છે. એવા સમયે સર્વિસ જોડાણની પ્રક્રિયામાં અજમાઈ સમયગાળો એટલે શું એ સમજાતું નથી? ભરતી એન.ઓ.સીથી માંડીને ફુલ પગાર મંડળનો ઠરાવ આ બધી પ્રોસેસ ઓરીજનલ સર્વિસ બુક સાથે આપ્યું હોય તેમ છતાં જોડાણના સમયગાળા દરમિયાન સી.ઓ.એસ ની અંદર શિક્ષણના માધાતા તમારી નોકરીની તારીખ બરોબર લખેલ નથી? બરોબર વંચાતી નથી? તમારી જૂની એનઓસી? નવી એનઓસી નથી? તમારો એક વર્ષનો સમયગાળો અજમાઈશ છે? બે વર્ષનો હોવો જોઈએ? તમારી સર્વિસ બુકમાં આ બાકી છે? આ બાકી હોત તો ર્ઙ્ઘી કચેરી સરકારની કચેરી છે તેને તમે જે બધા કાગળો માગ્યા છે તે ર્ઙ્ઘી સાહેબની સહી સાથે ફાઈલ મોકલી છે.એનો મતલબ કે ર્ઙ્ઘી કચેરી ચેક કર્યા વગર મોકલે છે? અધિકારી તરીકે ઓરિજનલ સર્વિસ બુકમાં કદાચ ઝેરોક્ષ આછી દેખાતી હોય એટલે એવું સમજવાની જરૂર નથી કે આમાં ક્‌વેરી છે?. આ રીતે સર્વિસ જોડાણ વાળી ફાઇલો પાછી આવે છે?
આદરણીય મુખ્યમંત્રીશ્રી અને કેબિનેટ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીને આ બાબતે અવગત કરવા પડશે.પેન્શન આપવા માટે સર્વિસ જોડાણ જરૂરી છે. ૨૦૨૫માં લાગેલા આચાર્યશ્રીને બે વર્ષ ૨૦૨૭ માં થશે ત્યાં સુધી તેમને સર્વિસ જોડાણ કરી આપવામાં આવશે નહીં તેવું અમારે સમજવાનું રહેશે? આચાર્ય શાળાનું હૃદય હોય છે.સરકારની અનેક કામગીરી સાથે જોડાયેલો હોવા છતાં આજે કેટલો લાચાર છે? સંઘોની વાત deo ની અંદર પોચે છે કે નહીં? જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મંડળને ભલામણ કરે, મંડળ નિમણૂક હુકમ આપે તો મંડળ સંચાલિત શાળાઓ હોવાથી મંડળ એક વર્ષે, છ મહિને અથવા આઠ વર્ષે પણ કાયમી ન કરે તો તેને નોકરીના પૂર્ણ સમયગાળા દરમિયાન અજમાવીશ જ ગણવા? મારા મંડળે એક વર્ષ પૂર્ણ થતા મને કાયમી આચાર્ય કરી દીધો છે. તેમ છતાંય મારી ફાઈલ પાછી આવી છે?બે વર્ષનો અજમાઈશનો પરિપત્ર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કર્યો છે અને એ બાબતે પુનઃવિચારણા કરવાની તાતી જરૂરીયાત છે. કારણ કે સર્વિસ જોડાણ માટે બદલાવ લાવો અનિવાર્ય છે. નહીં તો ભવિષ્યમાં કોઈ આચાર્ય બનવા તૈયાર થશે? આચાર્ય બન્યા પછી શિક્ષકની સર્વિસ સળંગ ગણાતી નથી એટલે ઉચ્ચતર પગાર ધોરણમાં નુકસાન થાય છે. એક ઇજાફો મળતો નથી. અને હવે પછી કેન્દ્ર સરકારની પોલિસી મુજબ પેન્શન આપવાનું આવ્યું ત્યારે સર્વિસ જોડાણનો મુદ્દો લાવીને બુદ્ધિશાળી ચાણક્ય સરકારશ્રીની ધ્યાને ઉપરોક્ત બાબત કેમ લાવી શકતા નથી?. મદદનીશ શિક્ષણ નિરીક્ષકથી શિક્ષણ નિરીક્ષક બનતા હોય છે તેમના પ્રમોશન સમયે તો રાજીનામું મૂકવામાં આવતું હોતું નથી? શિક્ષક માંથી આચાર્ય બન્યા એટલે સેવા જોડાણ વચ્ચે આચાર્ય જોલા ખાય છે? જે નિયમો બન્યા છે એમાં સરકારને ધ્યાને દોરીને બદલાવ લાવવા માટે પ્રયાસ કરવાની જગ્યાએ ફાઈલો પાછી મોકલીને શું સિધ્ધ કરવા માંગો છો તે સમજાતું નથી? ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્યશ્રીની વેદના અને સંવેદના મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચશે ને ત્યારે ખબર પડશે. કમિશનરશ્રી શાળાઓની કચેરીમાં જે જે પરિપત્રો છે એનું મનસ્વી અર્થઘટન ન થાય તે પણ જરૂરી છે.આ બાબતે ચોક્કસ એકતા દર્શાવી પડશે. જેટલી સર્વિસ જોડાણની ફાઈલ લેટ થશે એટલું પેન્શન અમારું લેટ જ થવાનું છે ને એટલે અમે આચાર્ય બન્યા એ અમારી ભૂલ કહેવાય? આદરણીય ડો. પ્રદ્યુમનવાજા સાહેબ અને આદરણીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી રિવાબા જાડેજા બેન ઉપરોક્ત વિષયને પાયોરિટીમાં લઈને આચાર્યશ્રીના જે સર્વિસ જોડાણના પ્રશ્નો છે તેને વાચા આપવાની તાતી જરૂરિયાત છે. ક્યાં સુધી લાચાર બનીને અમારે સર્વિસ જોડાણ માટે કગરવાનું રહે? એ સમયે રાજીનામું શબ્દ કાઢી નાખ્યો હોત અને છુટા કરવા અને અહીંયા હાજર કરવા આ શબ્દ હોત તો આ સેવા જોડાણનો પ્રશ્ન ઉદભવ્યો હોત? જે પણ નિયમો અને અધિનિયમ અને વિનિયમો બને છે તેના સારા અને માઠાં પાસાઓને કેન્દ્રસ્થાને ભવિષ્યમાં તેની સારી શું અસરો પડે તેનું ધ્યાન રાખવું એ શિક્ષણના વ્યક્તિઓની ફરજ છે. લેટ આપીને આનંદ મળતો હોય તો પછી તેનો કોઈ અર્થ ખરો? રાજ્ય સરકારે સળંગ નોકરી ગણી પેન્શન આપવાની જોગવાઈ  કરી તેવા સમયે સર્વિસ જોડાણવાળી બાબતોનો સુખદ માર્ગ નીકળવો જોઈએ.આચાર્ય સંઘના અધિવેશનમાં અંબાજી ખાતે કેબિનેટ શિક્ષણમંત્રીશ્રી ડો.પ્રદ્યુમનવાજા સાહેબ સેવા જોડાણનો પરિપત્ર લઈને આવેલા ત્યારે હાજર આચાર્યશ્રી મિત્રો કેટલા રાજી હતા. બે વર્ષનો અજમાઈશ સમયગાળો ક્યારથી લાવવો એ સ્પષ્ટ કરવાની જરૂર છે. મંડળ જ નિમણૂક કરી છે તો રાજ્ય સરકાર ગ્રાન્ટ ઇન કોડમાં સુધારો લાવી અને મંડળ ઠરાવ કરી દે એક વર્ષનો કે છ મહિનાનો અજમાઈ સમયગાળો પૂર્ણ થાય છે. તેમને કાયમી કરવામાં આવે છે તો સર્વિસ જોડાણ કેટલું સરળતાથી થઈ શકશે.
બાળકોને નીતિમતા, મૂલ્યો, આચરણ, સત્ય, સેવા, સમર્પણ, આધ્યાત્મિકતા અને અનેક બાબતોને કેન્દ્રસ્થાને શાળામાં આચાર્યશ્રીઓ કામ કરે છે.શાળાના નવનિયુક્ત આચાર્યોની સર્વિસ જોડાણ સમયે આ બે વર્ષનો સમયગાળો એટલે તેમને ટેન્શનમાં રાખવાનો સમયગાળો એવું માનવું રહ્યું.? હજુ તો આચાર્ય નોકરી ચાલુ છે તેના બે વર્ષ પૂર્ણ થવાના છે ત્યાં સુધી ક્યાં રાહ જોશું? જેટલું લેટ થશે તેમાં સરકાર રાજી છે સરકારને તો આપવું છે. પરંતુ અર્થઘટન કરવાના માધાતાઓ અને માર્ગદર્શન આપનારા શિક્ષણવિદો આના માટે જવાબદાર છે?રાજ્ય સરકારની તમામ કામગીરીમાં આચાર્યશ્રીનો અનન્ય રોલ હોય છે. એવા સમયે સરળતા તરફનો રસ્તો નિર્માણ થાય તેવી કમિશનરશ્રી શાળાઓની કચેરીના સેવા જોડાણ કરતા અધિકારીશ્રીઓ, કર્મચારીઓ પાસે અપેક્ષા છે? ક્યાં સુધી માંગ માંગ કરવાનું રહેશે.આ એક આચાર્યશ્રીનો પ્રશ્ન નથી. ગુજરાત રાજ્યના નવનિયુક્ત તમામનો પ્રશ્ન છે. સંઘના હોદ્દેદારો આ બાબતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. બાકી વિધિએ જે નિર્માણ કર્યું છે તે જ થવાનું છે. સારું કરવામાં ક્યારે પણ પીછેહટ કરવી નહીં.
પૂર્તતા કરવામાં આચાર્ય પૂર્ણ ના થઈ જાય તેની તકેદારી રાખવા સૌ શિક્ષણવિદોને વિનંતી કરું છું. ગ્રાન્ટેડ શાળાઓ કઈ રીતે ચલાવે છે, કેવી પરિસ્થિતિમાં કામ કરે છે, ક્યારેક એસી માંથી બહાર નીકળીને એક લટાર મારો તો ખ્યાલ આવે. ઉપરોક્ત બાબતોનો સુખદ અંત અને રસ્તો નીકળે તે માટે યોગ્ય કરવા સરસ્વતી દેવી શક્તિ આપે તેવી અભિલાષા વ્યક્ત કરું છું. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨