બાબરા તાલુકાના બળેલ પીપળીયા ગામ ખાતે મોટા દેવળીયા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર મીનાબેન કોઠીવાળ અને તાલુકા પંચાયતના ઉમેદવાર વિલાસબેન ગજેરાના સમર્થનમાં એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યકરો અને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ ભર્યો હતો. સભામાં ઉમટેલી જનમેદનીને જોતા સમગ્ર વિસ્તારમાં ભાજપ તરફી સ્પષ્ટ લોકજુવાળ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મહેશભાઈ ભાયાણી, અશોકભાઈ રાખોલીયા સહિત બાબરા તાલુકા ભાજપના અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.









































