(૦૧) અલ્બેનિયા: અલ્બેનિયામાં, ઘણાં બાલ્કન અને પૂર્વી યુરોપિયન દેશોની માફક, ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે મધર્સ ડે ઉજવાય છે .
(૦૨) આરબ વિશ્વ: મોટાભાગના આરબ દેશોમાં ૨૧ માર્ચે મધર્સ ડે ઉજવાય છે. સૌપ્રથમ ૧૯૫૬માં ઉજવાયો હતો. ત્યારથી આ પ્રથા આરબ દેશોમાં ચાલી આવી છે.
(૦૩) આર્જેન્ટિના: આર્જેન્ટિનામાં , ઓક્ટોબરનો ત્રીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે. જે ૧૧ ઓક્ટોબરે ઉજવાતો હતો, જે બ્લેસિડ વર્જિન મેરીના માતૃત્વની ઉજવણીની જૂની ધાર્મિક તારીખ હતી, પરંતુ બીજી વેટિકન કાઉન્સિલ પછી, વર્જિન મેરીનો ઉત્સવ ૧ જાન્યુઆરીએ ખસેડ્યો, લોકપ્રિય પરંપરાને કારણે ઓક્ટોબરના ત્રીજા રવિવારે મધર્સ ડે ઉજવવાનું શરૂ થયું. આર્જેન્ટિના વિશ્વનો એકમાત્ર દેશ છે જે આ તારીખે મધર્સ ડે ઉજવે છે.
(૦૪) આર્મેનિયા:આર્મેનિયામાં , ૮ માર્ચે મધર્સ ડે અને ૭ એપ્રિલે માતૃત્વ અને સુંદરતા દિવસ તરીકે ઉજવાય છે.
(૦૫) ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયામાં, મે મહિનાનો બીજો રવિવારે મધર્સ ડે તરીકે ઉજવાય છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી વાર ૧૯૧૦માં ખાસ ચર્ચ સેવા સાથે મધર્સ ડે ઉજવ્યો હતો. ૧૯૨૦ના દાયકા સુધી લોકપ્રિય રીતે ઉજવાયો નહોતો કારણ કે ઓસ્ટ્રેલિયામાં મધર્સ ડે પાનખરમાં ઉજવાય છે.
(૦૬) બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં મધર્સ-ડે ઉજવવાની કોઈ ઐતિહાસિક પરંપરા નથી, પણ પશ્ચિમી પ્રભાવને કારણે લોકપ્રિય બન્યો છે. મે મહિનાના બીજા રવિવારે ઉજવાય છે. લોકો પોતાની માતા માટે પ્રાર્થના કરે છે. ઢાકા, ચિત્તાગોંગ, ખુલના, સિલહટ, બારીશાલ, નારાયણગંજ, બોગુરા જેવાં શહેરોમાંથી લોકો ઉજવણી કરવા રેસ્ટોરન્ટમાં જાય છે. ઘણાં લોકો ઘરે કેક કાપે છે જ્યારે કેટલાંક બાળકો માતાને નાની ભેટ આપે છે.
(૦૭) બેલારુસ: બેલારુસ ૧૪ ઓક્ટોબરે માતૃદિન ઉજવે છે.
(૦૮) ભૂતાન: ભૂતાનમાં માતૃદિન ૮મેએ ઉજવાય છે. જેની ઉજવણી ભૂતાનમાં ટૂરિઝમ કાઉન્સિલ ઓફ ભૂતાન દ્વારા કરાય છે.
(૦૯) બેલ્જિયમ: બેલ્જિયમમાં , મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવાય છે. રજા પહેલાંના અઠવાડિયામાં બાળકો શાળામાં નાની-નાની ભેટ બનાવે છે, જે મધર્સ ડેની વહેલી સવારે પોતાની માતાને આપે છે. ઘણાં લોકો ૧૫ ઓગસ્ટે મધર્સ ડે ઉજવે છે.
(૧૦) બોલિવિયા: બોલિવિયામાં ૨૭ મેએ મધર્સ ડે ઉજવાય છે.
(૧૧) બ્રાઝિલ: બ્રાઝિલમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે. અહીં પ્રથમ મધર્સ ડે ૧૨ મે ૧૯૧૮ના રોજ એસોસિએકાઓ ક્રિસ્ટા ડી મોકોસ ડી પોર્ટો એલેગ્રેએ પ્રમોટ કર્યો હતો. ૧૯૩૨માં, તત્કાલીન રાષ્ટ્રપતિ ગેટુલિયો વર્ગાસે મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે માટે સત્તાવાર દિવસ નક્કી કર્યો.
(૧૨) કેનેડા: કેનેડામાં મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવાય છે. જેની ઉજવણીમાં માતા, દાદી કે પરિવારની મહિલાને ભેટ અપાય છે. ઉજવણીની પ્રથા અન્ય પશ્ચિમી રાષ્ટ્રો જેવી છે. ક્વિબેકોઇસ પરંપરામાં ક્વિબેકોઇસ પુરુષો સ્ત્રીઓને ગુલાબ કે કોઇ ફૂલો અર્પણ કરે છે.
(૧૩) ચીન ઃ ચીનમાં મધર્સ ડે વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યો છે. કાર્નેશન્સ એ મધર્સ ડેની ખૂબ લોકપ્રિય ભેટ છે. ૧૯૯૭માં ગરીબ માતાને મદદ કરવા અને ચીનના પશ્ચિમી ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ માતાને યાદમાં કરાવવા મધર્સ ડે ઉજવાય છે.
(૧૪) કોસ્ટારિકા: કોસ્ટારિકામાં ૧૫ ઓગસ્ટે મધર્સ ડે ઉજવાય છે. ૧૯૨૭માં, હેરેડિયામાં નિકોલસ ઉલોઆ સ્કૂલમાં, ઇવાન્જેલીના સોલિસે વિદ્યાર્થીઓની માતાની ઉજવણી માટે એક કાર્યક્રમ કર્યો. ઇવાન્જેલીનાનો તર્ક હતો કે માતાઓને તેમના બાળકોની સફળતા માટે અભિનંદન આપવાં જોઈએ. આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બન્યો અને ૧૯૩૨માં તેને કાયદામાં રૂપાંતરિત કર્યો.
(૧૫) ચેક રિપબ્લિક: ચેક રિપબ્લિકમાં , મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે. જેની શરૂઆત ભૂતપૂર્વ ચેકોસ્લોવાકિયામાં ૧૯૨૩માં થઈ હતી. આ ઉજવણીના પ્રમોટર એલિસ માસારિકોવા હતાં. બીજા વિશ્વયુધ્ધ પછી સામ્યવાદીઓએ મધર્સ ડેને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં બદલી નાખ્યો, જે ૮ માર્ચે ઉજવાતો હતો. ભૂતપૂર્વ ચેકોસ્લોવાકિયા ૧૯૮૯માં વેલ્વેટ ક્રાંતિ સુધી મહિલા દિવસ ઉજવતો હતો. ૧૯૯૩માં દેશના વિભાજન પછી, ચેક રિપબ્લિકે ફરીથી મધર્સ ડે ઉજવવાનું શરૂ કર્યું.
(૧૬) ઇજિપ્ત: ઇજિપ્તમાં ૨૧ માર્ચે મધર્સ ડે ઉજવાય છે, જે ઉત્તર ગોળાર્ધમાં વસંતનો પહેલો દિવસ છે. ઇજિપ્તમાં પત્રકાર મુસ્તફા અમીને તેમના પુસ્તક સ્માઇલિંગ અમેરિકામાં આનો પરિચય આપ્યો હતો. ત્યારે આ વિચારને અવગણ્યો હતો, પાછળથી અમીને એક વિધવા માતાની વાર્તા સાંભળી જેણે પોતાનું આખું જીવન તેના પુત્રને ઉછેરવામાં સમર્પિત કર્યું. જ્યાં સુધી તે ડાક્ટર ન બન્યો. ત્યારબાદ પુત્રએ લગ્ન કર્યાં અને તેની માતા પ્રત્યે કોઈ કૃતજ્ઞતા દર્શાવ્યા વિના ચાલ્યો ગયો. આ સાંભળી, અમીન “મધર્સ ડે”ને પ્રોત્સાહન આપવા પ્રેરિત થયો અને ૨૧ માર્ચ ૧૯૫૬ના રોજ મધર્સ ડેની ઉજવણી કરાઇ, ત્યારથી અન્ય આરબ દેશોએ આ પ્રથાને આવકારી છે.
(૧૭) ઇથોપિયા ઃ ઇથોપિયામાં ચોમાસા અંત પછી, ત્રણ દિવસ માટે મધર્સ ડે ઉજવાય છે. તે પાનખરના મધ્યમાં આવે છે જ્યાં લોકો “એન્ટ્રોશ્ટ” નામના ત્રિદિવસ તહેવારનો આનંદ માણે છે. માતાઓ અને પુત્રીઓ પોત-પોતાના ચહેરા પર માખણનો અભિષેક કરે છે. પરિવારનું સન્માન કરતા-કરતા પુરુષો ગીતો ગાય છે.
(૧૮) એસ્ટોનિયા: એસ્ટોનિયામાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ-ડે ઉજવાય છે. જે રાષ્ટ્રીય સ્તરે માન્ય છે, પણ આ દિવસે જાહેર રજા હોતી નથી.
(૧૯) ફિનલેન્ડ: ફિનલેન્ડમાં , મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવાય છે.જે રાષ્ટ્રીય સ્તરે માન્ય છે અને જાહેર રજા પણ હોય છે. જે એવાં ઘરોમાં ઉજવાય છે જ્યાં બાળકો કે પૌત્રો પોતાની માતાઓ અને દાદીઓ માટે મધર્સ ડેનાં કાર્ડ બનાવે છે કે બજારમાંથી લાવે છે ને એમને આપે છે. મોટાં બાળકો તેમના માતા-પિતાના ઘરે જાય છે અને પરંપરાગત રીતે મધર્સ ડે ગુલાબ કે અન્ય ફૂલો સાથે મધર્સ ડે કાર્ડ આપે છે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ દર વર્ષે કેટલીક માતાઓને મેડલથી સન્માનિત કરે છે, જેમણે વર્ષ દરમિયાન કંઈક અસાધારણ અને સકારાત્મક કાર્ય કર્યું હોય. sanjogpurti@gmail.com






































