સાવરકુંડલાના દોલતી ગામે રહેતી પરિણીતા પર તેના પતિએ શંકા-કુશંકા કરી વાળ પકડી ઢસડી દીવાલ સાથે માથું ભટકાવ્યું હતું. આ અંગે મનિષાબેન વિજયભાઇ ખીમસુરીયા (ઉ.વ.૨૯)એ નાની વડાળ ગામના વિજયભાઇ રામજીભાઇ ખીમસુરીયા તથા શારદાબેન રામજીભાઇ ખીમસુરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ૧૦ વર્ષના લગ્નજીવન દરમિયાન તેમના પતિ વિજયભાઇ ઘરના કામકાજ બાબતે અવારનવાર મેણાટોણા મારી માર મારતા હતા. સાસુ શારદાબેન પણ ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા મારી પતિને તેના વિરુધ્ધ ઉશ્કેરતા હતા.પતિએ તેના ઉપર શંકા-કુશંકા કરી, જેમ ફાવે તેમ ગાળો આપી, વાળ પકડી ઢસડી દીવાલ સાથે માથું ભટકાવ્યું હતું. તેમજ કુહાડીના હાથા વડે શરીરે આડેધડ માર મારી મૂંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ રમેશભાઈ ભાનુભાઈ મારુ વધુ તપાસ કરી રહ્યા છે.