ગોંડલની મહારાજા ભગવતસિંહજી આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મનસુખ માંડવિયાનું પુસ્તક અને ગુલાબ આપી સ્વાગત કર્યું હતું. સંવાદ દરમિયાન આત્મનિર્ભરતા, સંસદ ભવન, ગોંડલનો ઇતિહાસ તેમજ ધોળાવીરાની સંસ્કૃતિ સહિતના વિવિધ વિષયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રમતગમત સહિતના વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછ્યા હતા, જેના મંત્રીએ જવાબ આપ્યા હતા. મનસુખ માંડવિયાએ ‘સ્અ મ્રટ્ઠટ્ઠિં’ એપ ડાઉનલોડ કરી ક્વિઝમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી પારસ વાંદા, બ્રિજરાજસિંહ વાળા, ગીતાબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





































