સાવરકુંડલાની ૧૦૦ વર્ષ જૂની સંસ્થા કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના શતાબ્દી મહોત્સવ અંતર્ગત આંબરડી ગામે રમતોત્સવ યોજાયો હતો. કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર અને આંબરડી માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે તા.૨૬ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ ૫થી ૧૨ના ૩૦૦ વિદ્યાર્થીઓએ વિઘ્‌નદોડ અને સંગીત ખુરશીની સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગામના સિનિયર સિટીઝનો માટે કોથળા દોડની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. કેતનભાઈ ખુમાણના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય મુકેશભાઈ માલવિયા, મેનેજિંગ ટ્રસ્ટી દીપકભાઈ માલાણી, ભાવિનભાઈ અજમેરા અને અક્ષયભાઈ પંડ્‌યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.